Coronavirus
કર્ફ્યુના અમલ માટે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે બંધ કરવામાં આવ્યો હોવાનો ભ્રામક દાવો વાયરલ
વડોદરા એકસપ્રેસ હાઇવે ખાનગી વાહનો માટે પણ રાબેતા મુજબ ચાલુ

તહેવારો બાદ અલગ અલગ રાજ્યો અને શહેરોમાં પણ કોરોના કેસનું સંક્રમણ વધ્યું છે. તેવા સમયે આપણે કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે તાત્કાલિક નિર્ણય કરીને અમદાવાદમાં કર્ફ્યુનો અમલ કરાવવો પડ્યો છે. નોંધનીય છે અમદાવાદ સિવાય વડોદરા, સુરત અને રાજકોટમાં પણ રાત્રિ કર્ફ્યુ અમલમાં છે.
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે અને અમદાવાદ-મુંબઇને જોડતા નેશનલ એક્સપ્રેસ હાઇવે ખાનગી વાહનો માટે બંધ કરવામાં આવ્યો હોવાના દાવા સાથે સોશ્યલ મીડિયા પોસ્ટ વાયરલ થયેલ છે. ન્યુઝ સંસ્થાન GSTV દ્વારા 20 નવેમ્બરના પબ્લિશ કરવામાં આર્ટિકલ પર દાવો કરવામાં આવ્યો છે, ‘એક્સપ્રેસ હાઇવે ખાનગી વાહનો માટે બંધ કરાયો, માત્ર સરકારી વાહનોને જ એન્ટ્રી‘
Factcheck / Verification
રાજ્યમાં વકરતા જતા કોરોનાને અંકુશમાં લેવા માટે રાજ્ય સરકારે અમદાવાદ બાદ રાજકોટ ,વડોદરા અને સુરતમાં કર્ફ્યુ લાદવાની જાહેરાત કરી હતી.ત્યારબાદ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે અને અમદાવાદ મુંબઇને જોડતા નેશનલ એક્સપ્રેસ હાઇવે ખાનગી વાહનો માટે બંધ કરવામાં આવ્યો હોવાના સોશિયલ મીડિયા અને સમાચાર માધ્યમોમાં પ્રસારિત થયેલા આ સમાચાર તદ્દન ભ્રામક છે.
વાયરલ દાવા પર ગુગલ કીવર્ડ સાથે સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન zeenews, akilanews તેમજ sanjsamachar દ્વારા પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે. જેમા વાયરલ મેસેજ સંપૂર્ણ ખોટો સાબિત થયો, એક્સપ્રેસ હાઈવે રાબેતા મુજબ જ ખુલ્લો છે. હાઈવે પર વાહનોની પણ અવરજવર પણ થઈ રહી છે. ટોલ બૂથ સ્ટાફ પણ રાબેતા મુજબ ઉપસ્થિત છે. જોકે, અમદાવાદમાં કરફ્યુના પગલે ફક્ત વાહનોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે.

આ મુદ્દે વધુ તપાસ કરતા હાઇવે ઓથોરિટી સાથેની ટેલિફોનિક વાતચીતમાં આવો કોઈ પણ પ્રકારનો નિર્ણય કરવામાં નહીં આવ્યો હોવાની સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. એટલું જ નહીં આજે પણ ખાનગી વાહનો એક્સપ્રેસ હાઈવે ઉપર રાબેતા મુજબ ચાલુ હોવાની સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી.
Conclusion
ન્યુઝ સંસ્થાનો તેમજ હાઇવે એથોરિટી દ્વારા કરવામાં આવેલ સ્પષ્ટતા મુજબ કરફ્યુના કડક અમલીકરણ માટે હાઈવે બંધ કરવામાં આવ્યો છે તે વાત તદ્દન પાયાવિહોણી સાબિત થઈ છે. એક્સપ્રેસ હાઈવે રાબેતા મુજબ જ ખુલ્લો છે,કરફ્યુના પગલે ફક્ત વાહનોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે.
Result :- False
Our Source
zeenews,
akilanews
sanjsamachar
Phone Verification
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Coronavirus
પુણે સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં કોરોના વેક્સીનના પ્લાન્ટમાં આગ લાગી હોવાનો ભ્રામક દાવો વાયરલ
કોરોના વેક્સીન એકદમ સુરક્ષિત છે, આગની ઘટના બીજા એક ડિપાર્ટમેન્ટમાં બનેલ છે,

કોરોના વાયરસ માટે રસીકરણ પ્રકિયા શરૂ થઈ ચુકી છે, ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ઓક્સફર્ડ દ્વારા વેક્સીન બનાવવામાં આવી રહી છે. ત્યારે હાલમાં પુણે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ખાતે આગ લગાવાનો બનાવ બન્યો છે. જેમાં 5 લોકોનું મૃત્યુ પણ થયું હોવાની માહિતી પણ છે. ત્યારે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં આગ કોરોના વેક્સીનના પ્લાન્ટમાં લાગેલ છે. જ્યાં કરોડોના વેક્સીન ડોઝ તૈયાર હે તે બિલ્ડીંગમાં આગ લાગી હોવાના દાવા સાથે વિડિઓ અને તસ્વીર શેર કરવામાં આવેલ છે. ફેસબુક પર “પુણેમાં જ્યાં કોરોના વેક્સિન બને છે તે પ્લાન્ટમાં આગ, અહીં વેક્સિનના કરોડો ડોઝ સ્ટોરમાં છે” કેપશન સાથે પોસ્ટ શેર કરવામાં આવેલ છે.

Factcheck / Verification
સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં આગ લાગવાની ઘટના પર વાયરલ થયેલ દાવો જેમાં કોવીડ વેક્સીનના ડોઝ જે બિલ્ડીંગમાં છે ત્યાં આગ લાગી હોવાની જાણકારી આપતી પોસ્ટ પર કેટલાક ગુગલ કીવર્ડ સાથે સર્ચ કરતા timesofindia અને thelogicalindian દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ આગમાં મૃત્યુ થનાર વ્યક્તિના પરિવારન 25 લાખ સુધી સહાયતા કરવાની જાહેરાત કરવામાં આવી તેમજ જે બિલ્ડીંગમાં આગ લાગી હતી ત્યાં BCG અને ROTAVIRUS ની રસીઓ હાજર હતી. અંદાજે 1000 કરોડનું નુકશાન થયું હોવાની જાણકારી આપવામાં આવી હતી.

જયારે કોરોના વેક્સીનના ડોઝ અને સીરમ ઇન્સ્ટીટયુટમાં લાગેલી આગ મુદ્દે વધુ તપાસ કરતા indianexpress અને ndtv દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જેમાં આગની ઘટના બાદ CM ઉદ્ધવ ઠાકરે પણ ઘટના સ્થળે આવ્યા હતા અને મરનાર 5 લોકો પર શોક વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત તેમણે લોકોને માહિતી આપી હતી કે આગની ઘટનામાં કોરોના વાયરસની વેક્સીન પર કોઈ નુકશાન થયેલ નથી, વેક્સીનના ડોઝ સુરક્ષિત છે. આગ લાગવાના સમાચાર સાંભળતા અંશે લોકોને વેક્સીન અંગે ચિંત્તા થવા લાગી હતી પરંતુ કોરોના વેક્સીન મેન્યુફેક્ચરિંગ અને સ્ટોરેજ પ્લાન્ટ એકદમ સુરક્ષિત હોવાની માહિતી ઉદ્ધવ ઠાકરેએ આપી હતી.
જયારે વધુ સચોટ માહિતી માટે ટ્વીટર પર અદાર પુનાવાલા જે સીરમ ઇન્સ્ટિટ્યૂટના CEO છે, તેમના દ્વારા કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. જેમાં તેમેણે વેક્સીન અને આગ અંગે માહિતી આપતા કહ્યું કે ‘હું સરકાર અને લોકો બન્નેને જાણ કરવા મંગુ છું કે આગની ઘટનામાં કોરોના વેક્સીન એકદમ સુરક્ષિત છે.’ આ ઉપરાંત ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે દ્વારા ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લેવામાં આવી હતી, જે બાદ પુનાવાલાના ટ્વીટમાં કહેવામાં આવ્યું કે કોરોના વેક્સીનના ડોઝનું કામ કાર્યરત,સમયસર અને સુરક્ષિત છે.
Conclusion
પુણે સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં આગ લગાવાની ઘટનામાં કોરોના વેક્સીનના ડોઝને નુક્શન થયું હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. આ ઉપરાંત કોરોના વેક્સીન તૈયાર થનાર પ્લાન્ટમાં જ આગ લાગી હોવાની જાણકારી પણ તદ્દન ભ્રામક છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટના CEO અને મહારાષ્ટ્રના CM દ્વારા આપવામાં આવેલ જાણકારી મુજબ કોરોના વેક્સીન એકદમ સુરક્ષિત છે, તેમજ આગની ઘટના બીજા એક ડિપાર્ટમેન્ટમાં બનેલ છે, જ્યાં કોરોના વેક્સીન તૈયાર થતી નથી. જેથી વાયરલ દાવો તદ્દન ભ્રામક સાબિત થાય છે.
Result :- False
Our Source
સીરમ ઇન્સ્ટિટ્યૂટના CEO
indianexpress
ndtv
timesofindia
thelogicalindian
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Coronavirus
ભાજપ નેતા રસી લઇ રહ્યાં હોવાનો ખોટો પોઝ આપી ફોટા પડાવી રહ્યા છે, જાણો શું છે ભ્રામક દાવાનું સત્ય
માત્ર તસ્વીર માટે આપવામાં આવેલ પોઝને ખોટા અને ભ્રામક દાવા સાથે વાયરલ

રસીકરણની પ્રકિયા 16 જાન્યુઆરીના શરૂ કરવામાં આવી છે. દેશના અલગ અલગ ભાગમાં રસીકરણ પ્રકિયા સૌપ્રથમ હેલ્થ વર્કર સાથે કરવામાં આવી છે. ત્યારે સોશ્યલ મીડિયા પર એક વિડિઓ વાયરલ થયો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ લોકો રસીના નામે મૂર્ખ બનાવી રહ્યા છે. રસી લેતા હોવાનો ડોળ કરી માત્ર ફોટો પડાવી રહ્યા છે. કેટલીક સોશ્યલ મીડિયા પોસ્ટમાં વિડિઓમાં દેખાતી વ્યક્તિ વ્યક્તિ ભાજપ નેતા હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. ફેસબુક પર “આ કઈ રીત નું વેક્સિનેશન? શું રસીકરણ આ રીતે થઇ રહીયુ છે? ફક્ત ફોટો પાડવા માં આવી રહિયા છે?” કેપશન સાથે આ વિડિઓ પોસ્ટ શેર કરવામાં આવેલ છે.
Factcheck / Verification
એક વીડિયો જેમાં એક પુરુષ અને એક મહિલા રસીકરણની લેતા જોવા મળે છે. અન્ય કેટલાક યુઝર્સ દ્વારા આ વિડિઓ કર્ણાટકના ટુમકુર હોસ્પિટલના અધિકારીઓ કોવિડ -19 રસી લેવાનો ડોળ કરી માત્ર ફોટો પડાવી રહ્યા છે.
જ્યારે વિડિઓના કેટલાક ભાગોને રિવર્સ ઇમેજ સર્ચ કરતા જાણવા મળે છે કે વિડિઓમાં પોઝ આપનાર ડો.નાગેન્દ્રપ્પા, જિલ્લા આરોગ્ય અધિકારી અને ડો.રાજાણી, આચાર્ય,સરકારી નર્સિંગ કોલેજ છે. જયારે આ મુદ્દે કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા prajavani દ્વારા પબ્લિશ કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ 16 જાન્યુઆરીના ડો.નાગેન્દ્રપ્પા પહેલા હેલ્થ ઓફિસર હતા કે જેમણે વેક્સીન ડોઝ લગાવાયો હતો.

આ ઉપરાંત વાયરલ વિડિઓમાં જે મહિલા રસી લેતા જોઈ શકાય છે, તે ડો.રાજાણી છે. જયારે વાયરલ દાવા વિષયે તેમણે સ્પષ્ટતા આપતા વેક્સીનના પ્રથમ ડોઝ માટે કરવામાં આવેલ નોંધણી અને તેનું સર્ટિફિકેટ શેર કરવામાં આવેલ છે. જે મુજબ 16 જાન્યુઆરીના ડો.રાજાણીને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

ન્યુઝ સંસ્થાન thenewsminute દ્વારા વાયરલ પોસ્ટ પર કરવામાં આવેલ ફેક્ટ ચેક મુજબ વીડિયોમાં જોનારા અધિકારીઓએ રસી લીધી હતી. પરંતુ તકનીકી કારણોસર તે દિવસે રસીકરણ પ્રક્રિયા મોડી પડી હતી. એપ્લિકેશનમાં રજિસ્ટર થયેલા ઉમેદવારોને રસીની ફાળવણી કરવામાં આવી હતી અને અધિકારીઓએ જાતે જ કરવું પડ્યું હતું. પરંતુ સત્તાવાર રસીકરણ પ્રક્રિયા શરૂ થાય ત્યાં સુધી મીડિયા રાહ જોઇ શક્યું નહીં. તેથી જ અધિકારીઓએ વેક્સીન લઇ રહ્યા હોવાનો ડોળ કર્યો હતો. જો કે ત્યારબાદ તમામને રસી આપવામાં આવી હતી. જે મામલે સંબંધિત અધિકારીઓને એક રિપોર્ટ પણ સુપરત કરાયો છે.
જયારે વાયરલ વિડિઓ મુદ્દે ડો.નાગેન્દ્રપ્પાએ કહ્યું કે, “ડો.રાજાણી અને મને (ડો.નાગેન્દ્રપ્પા) 16 જાન્યુઆરીએ કોરોના સામે રસી આપવામાં આવી હતી. પરંતુ, અમે મીડિયાની વિનંતી પર માત્ર ફોટો માટે પોઝ આપ્યો હતો કારણ કે તે દિવસે કોઈ ફોટો યોગ્ય રીતે લેવામાં આવ્યો નથી. પરંતુ, કેટલાક લોકોએ આ વિડિઓ ભારામક દાવા સાથે પ્રકાશિત કરી રહ્યા છે.
Conclusion
રસીકરણની પ્રક્રિયામાં ભાજપ નેતા રસી લેવાનું નાટક કરી રહ્યા છે, રસી લગાવવી સલામત નથી. વગેરે દાવાઓ તદ્દન ભ્રામક છે. વાયરલ વિડિઓમાં દેખાઈ રહેલ વ્યક્તિઓ કર્ણાટકના સ્વાસ્થ્ય અધિકારી છે. જયારે 16 જાન્યુઆરીના વિડિઓમાં દેખાઈ રહેલ વ્યક્તિ ડો.નાગેન્દ્રપ્પા અને ડો.રાજાણીને વેક્સીન આપવામાં આવી હતી. જયારે મીડિયા કર્મીઓ દ્વારા કરવામાં આવેલ વિનંતી બાદ આપવામાં આવેલ પોઝ સમયે વિડિઓ બનાવી ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Result :- Misleading
Our Source
thenewsminute
prajavani
Tumkur Deputy Commisioner
DHO Tumkur: Doctor Nagendrappa
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Coronavirus
વેક્સીન લીધા બાદ મુરાદાબાદના વોર્ડબોયનું મૃત્યુ થયું હોવાનો ભ્રામક દાવો વાયરલ
વેક્સીનના કારણે મૃત્યુ થયું હોવાનો દાવો ભ્રામક છે.

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોરોના વેક્સિનના સમાચારોએ જોર પકડ્યું છે. ભારતમાં અનેક જગ્યાએ વેક્સીન આપવામાં આવી જે બાદ કેટલાક સામાન્ય રિકેશન (આડઅસર) પણ જોવા મળી હતી. ત્યારે સોશિયલ મીડિયા પર એક એવી માહિતી વાયરલ થઈ રહી જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, મુરાદાબાદની સરકારી હોસ્પિટલમાં એક વોર્ડ બોયનું કોરોના વેક્સિનને કારણે મોત થયું છે. ફેસબુક પર ગુજરાત મિત્ર એકાઉન્ટ પરથી “કોરોના વેક્સિન લગાવ્યા બાદ ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં એક વોર્ડબોયનું મોત” કેપશન સાથે વેબસાઈટ લિંક પણ શેર કરવામાં આવેલ છે.
Fact-check / Verification
કોરોના વેક્સીન લીધા બાદ મુરાદાબાદના એક વોર્ડબોયનું મૃત્યુ થયું હોવાંના વાયરલ દાવા પર ગુગલ કીવર્ડ સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન oneindia, tv9hindi તેમજ aajtak દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ મુરાદાબાદની હોસ્પિટલના વોર્ડબોયનું મોત વેક્સીન નહીં પરંતુ હાર્ટએટેકના કારણે થયું હોવાનું સાબિત થાય છે.

આ મુદ્દે વધુ તપાસ કરતા ANI દ્વારા કરવામાં આવેલ ટ્વીટ જેમાં ઉત્તરપ્રદેશ સ્વાસ્થ્ય સચિવ અમિત મોહન દ્વારા મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરતા કહ્યું કે વોર્ડબોયનું મૃત્યુનું કારણ હાર્ટએટેક છે. આ વાતની પુષ્ટિ તેમના બોડીના પોસ્ટમોર્ટમ કર્યા બાદ જાહેર કરવામાં આવેલ છે.
જયારે વાયરલ દાવો જેમાં વેક્સીનના કારણે વોર્ડબોયનું મૃત્યુ થયું હોવાની વાત ભ્રામક હોવાની માહિતી PIBFactCheck દ્વારા પણ ટ્વીટ મારફતે આપવામાં આવેલ છે.
Conclusion
મુરાદાબાદમાં વેક્સીન લીધા બાદ હોસ્પિટલના વોર્ડબોયનું મૃત્યુ થયું હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ વોર્ડબોયનું હાર્ટએટેકના કારણે મૃત્યુ થયેલ છે. આ બાબતે આરોગ્ય સચિવ દ્વારા પણ ભ્રામક માહિતી પર સ્પષ્ટતા કરવામાં આવી હતી.
Result :- Misleading
Our Source
oneindia,
tv9hindi
aajtak
ANI
PIB Factcheck
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)