Connect with us

Fact Checks

ઉત્તરપ્રદેશના બારાબંકી જિલ્લાની હોસ્પિટલમાં એક યુવતીએ 11 બાળકોને એક સાથે જન્મ આપ્યો હોવાના ભ્રામક દાવાનું સત્ય

Misleading claim that a young woman gave birth to 11 children at the same time in Uttar Pradesh’s Barabanki district hospital

Published

on

ક્લેમ :- 
 
उत्तर प्रदेश के बाराबंकी जिला हॉस्पिटल में डिलीवरी हुई सफल एक युवती ने 11 पुत्रों को दिया जन्म विश्व की यह प्रथम घटना सभी हुए पुत्र सभी सुरक्षित
(ઉત્તરપ્રદેશના બારાબંકી જિલ્લાની હોસ્પિટલમાં એક યુવતીએ 11 બાળકોને એક સાથે જન્મ આપ્યો છે, વિશ્વની આ સૌપ્રથમ ઘટના છે તમામ બાળકો સુરક્ષિત છે.)
 
 
 
વેરિફિકેશન :- 
 
સોશિયલ મીડિયા પર એક તસ્વીર વાયરલ કરવામાં આવી છે, જેમાં 11 બાળકો એક સાથે જન્મ લીધો છે તેવો દાવો કરવામાં આવ્યો છે. આ પોસ્ટ સાથે કેપ્શન આપવામાં આવ્યું છે “ઉત્તરપ્રદેશના બારાબંકી જિલ્લાની હોસ્પિટલમાં એક યુવતીએ 11 બાળકોને એક સાથે જન્મ આપ્યો છે, વિશ્વની આ સૌપ્રથમ ઘટના છે તમામ બાળકો સુરક્ષિત છે”
 
 
 
આ વાયરલ દાવાની સત્યતા તપાસવા માટે રિવર્સ ઇમેજના મદદ વડે સર્ચ કરતા કેટલાક પરિણામ મળી આવે છે, જેમાં અલગ-અલગ સમય પર અલગ-અલગ જગ્યાના નામ પર આ તસ્વીર સાથે દાવો કરતી પોસ્ટ કરવામાં આવી છે. જયારે આજે સોશિયલ મીડિયા પર આ તસ્વીર ઉત્તરપ્રદેશની કોઈ હોસ્પિલના નામ પર વાયરલ કરવામાં આવી છે. 
 
જયારે આ વાયરલ તસ્વીરને ધ્યાનપૂર્વક જોતા તસ્વીરનીમાં ડોક્ટરોની પાછળ લગાવેલા બેનર પર હોસ્પિટલનું નામ જોવા મળે છે. જે પ્રમાણે આ હોસ્પિટલ નું નામ ’21st Century Hospital and Test Tube Baby Centre’ છે, જે ગુજરાતના સુરત જિલ્લામાં આવેલ છે.
 
 
 
 
ત્યારબાદ આ ઘટનાની લઇ કરવામાં આવતા દાવા સાથે અને હોસ્પિટલના નામ સાથે સર્ચ કરતા કેટલાક ન્યુઝ સંસ્થાન દ્વારા આ મુદ્દે પબ્લિશ કરવામાં આવેલ રિપોર્ટ જોવા મળે છે. જે પ્રમાણે એક સાથે 11 બાળકોને કોઈપણ મહિલાએ જન્મ આપ્યો નથી, આ અલગ-અલગ મહિલાઓ દ્વારા જન્મ આપવામાં આવેલ બાળકો છે. જે એક નિશ્ચિત કરેલ તારીખ 11-11-11ના રોજ જન્મ્યા છે, અને આ માતા-પિતાની ઈચ્છા અનુસાર ટેસ્ટટ્યૂબ બેબી એટલે (IVF) ટેક્નોલોજી દ્વારા જન્મેલ છે. (indiatvnews, timesofindia)
 
 
 
 
વાયરલ તસ્વીર સાથે કરવામાં આવેલ દાવા પર મળતા તમામ પરિણામ પરથી આ દાવો ભ્રામક સાબિત થાય છે, આ વાયરલ દાવા પર 21st Century Hospital and Test Tube Baby Centreના ડોક્ટરો દ્વારા પણ ખુલાસો આપવામાં આવ્યો છે, જે પ્રમાણે કોઈ એક માતાએ એક સાથે 11 બાળકોને જન્મ આપ્યો નથી, તેમજ આ ઘટના ઉત્તરપ્રદેશના બારાબંકી જિલ્લાની નથી. 
 
SOURCE :- 
GOOGLE IMAGES 
FACEBOOK 
NEWSREPORT 
HOSPITAL REPORT 
 
પરિણામ :- ભ્રામક દાવો (MISLEADING) 

Authors

Coronavirus

રામમંદિર પર ફેંસલો સંભળાવનાર ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ કોરોના પોઝિટિવ હોવાનો ભ્રામક દાવો વાયરલ

હાઇકોર્ટ પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જેને રામ મંદિર પર ચુકાદો આપ્યો હતો તે કોરોના પોઝિટિવ આવ્યા છે.

Published

on

રામમંદિર પર ફેંસલો સંભળાવનાર ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ કોરોના પોઝિટિવ આવ્યા છે, સોશ્યલ મીડિયા પર “રામમંદિર પર ફેંસલો આપનાર જજ રંજન ગોગોઈ શિલાન્યાસ પહેલા કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો આ કોરોના પણ પકડી પકડી ને શોધતો લાગે” કેપશન સાથે અનેક પોસ્ટ વાયરલ થઈ રહી છે.

જયારે ટ્વીટર પર #Delhi- पूर्व CJI रंजन गोगोई को कोरोना, रंजन गोगोई की रिपोर्ट कोरोना पॉजिटिव आई। #RanjanGogoi #coronavirus” કેપશન સાથે અનેક પોસ્ટ વાયરલ થઇ રહી છે.

Twitter

Factcheck / Verification

વાયરલ પોસ્ટ સાથે આપવામાં આવેલ માહિતી પ્રમાણે કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા, ન્યુઝ સંસ્થાન tv9bharatvarsh, patrika તેમજ અન્ય કેટલાક ન્યુઝ ચેનલો દ્વારા પ્રકાશિત કરાયેલ ખબર જોવા મળે છે. જે મુજબ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ કોરોના પોઝિટિવ આવ્યા હોવાનો દાવો કરે છે.

જયારે આ મુદ્દે ટ્વીટર પર bar and bench જે વકીલ,અદાલતો અને નવા કાયદા અંગે ન્યુઝ પ્રકાશિત કરે છે. bar and bench દ્વારા આ મુદ્દે રંજન ગોગોઈ સાથે વાતચીત કરી જાણકારી મેળવી હતી, જે મુજબ ચીફ જસ્ટિસ દ્વારા આ સમાચાર ખોટા હોવાની માહિતી આપવામાં આવેલ છે.

Conclusion

વાયરલ પોસ્ટ સાથે કરવામાં આવેલ દાવો ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ કોરોના પોઝિટિવ હોવાની વાત તદ્દન ભ્રામક છે. ન્યુઝ સંસ્થાનો અને સોશ્યલ મીડિયા યુઝર્સ દ્વારા આ ભ્રામક પોસ્ટ વાયરલ કરવામાં આવેલ છે. જયારે આ મુદ્દે ચીફ જસ્ટિસ દ્વારા કોરોના પોઝિટિવ હોવાની વાત ભ્રામક દાવો હોવાનો ખુલાસો આપેલ છે.

Result :- False News


Our Source :-

bar and bench :- https://twitter.com/barandbench/status/1290705110905974784
News Report :- https://www.tv9bharatvarsh.com/india/former-chief-justice-of-india-ranjan-gogoi-found-coronavirus-positive-260395.html

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Authors

Continue Reading

Fact Checks

હરિયાણામાં સરકારી અધિકારી અને ભાજપ ધારાસભ્યની જનતા દ્વારા ધોલાઈ કરાતો ભ્રામક વિડિઓ વાયરલ

હરિયાણા મુનકા ખાતે બે પક્ષો વચ્ચે SDO ઓફિસમાં મારામારી નો વિડિઓ વાયરલ

Published

on

2-men-brutally-beaten-by-goons-at-sdo-office-in-haryanas-munak

હરિયાણામાં સરકારી અધિકારી અને ભાજપ ધારાસભ્યની જનતા દ્વારા ધોલાઈ કરવામાં આવો હોવાના દાવા સાથે CCTV વિડિઓ સોશ્યલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે. ફેસબુક પર આ વિડિઓ પોસ્ટ “હરિયાણા માં ભાજપ ધારાસભ્ય અને અધિકારી ની જનતા દ્વારા ધમધમાટ ધોલાઈ, જનતા ની સહનશક્તિ હવે ખૂટી ગઈ છે..અમેરિકા વાળી ચાલુ થઈ ગઈ છે.ઇન્ડિયા માં હવે લોકશાહી ધીરે ધીરે જાગૃત થવા જઈ રહી છે.” કેપશન સાથે વાયરલ કરવામાં આવેલ છે.

Facebook

Factcheck / Verification

વાયરલ વિડિઓ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા dnaindia,timesofindia દ્વારા પબ્લિશ કરાયેલ ખબર જોવા મળે છે, જે મુજબ હરિયાણાના મુનકા જિલ્લામાં વીજ નિગમ કચેરી ખાતે બે જૂથ વચ્ચે મારામારી થયેલ હતી. જે મુદ્દે મુનકા પોલીસ દ્વારા 5 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવેલ છે.

ત્યારબાદ આ ઘટના પર કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા યુટ્યુબ પર Zee Punjab, India TV દ્વારા 22 જુલાઈ 2020ના પબ્લિશ કરાયેલ ન્યુઝ બુલેટિન વિડિઓ જોવા મળે છે.

Conclusion

હરિયાણામાં ભાજપ ધારાસભ્ય અને અધિકારી વચ્ચે મારામારી થયેલ હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ તદ્દન ભ્રામક છે. હરિયાણા મુનકા વીજનિગમ ખાતે બે પક્ષો વચ્ચે SDO ઓફિસમાં મારામારી થયેલ છે, જે ઘટનાની CCTV સાથે ભાજપ ધારાસભ્ય અને અધિકારી વચ્ચે મારામારી થયેલ હોવાનો ભ્રામક દાવો કરવામાં આવ્યો છે.

Result :- Misleading

Our Source :-

dnaindia :- https://www.dnaindia.com/india/video-2-men-brutally-beaten-by-goons-at-sdo-office-in-haryana-s-munak-2833659
timesofindia :- https://timesofindia.indiatimes.com/videos/city/chandigarh/covid-19-panjab-university-makes-device-that-sanitises-currency/videoshow/77289792.cms
Zee Punjab :- https://www.youtube.com/watch?v=woSUenMlY2I&feature=youtu.be

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Authors

Continue Reading

Fact Checks

વિજય રૂપાણી દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ભંગારનો ભૂકો ગણાવતો ભ્રામક વિડિઓ વાયરલ

સરદાર પટેલની દુનિયાની સૌથી મોટી પ્રતિમામાં ભંગાર લોખંડનો ઉપયોગ કરીને બનાવી છે.

Published

on

વિજય રૂપાણી દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ભંગારનો ભૂકો ગણાવતા હોબાળો મચેલ વિડિઓ સોશ્યલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે. વિધાનસભા સત્ર દરમિયાન વિપક્ષ નેતા પરેશ ધાનાણી સામે થયેલ વાતચીતમાં સીએમ રૂપાણી દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ભંગારનો ભૂકો ગણાવવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ફેસબુક પર “સરદાર પટેલ વિરોધી રુપાણી” કેપશન સાથે પોસ્ટ મુકવામાં આવેલ છે.

સરદાર પટેલ વિરોધી રુપાણી

Posted by હિના પંડ્યા on Tuesday, July 28, 2020
Facebook

Factcheck / Verification

વાયરલ વિડિઓ સાથે કરવામાં આવેલ દાવા પર કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા sandesh, zeenews દ્વારા ફેબ્રુઆરી 2019ના પબ્લિશ કરાયેલ ન્યુઝ જોવા મળે છે. જે મુજબ વિધાનસભા સત્ર દરમિયાન પરેશ ધાનાણી દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ભંગારનો ભૂકો કહેતા આ વિવાદ સર્જાયો હતો, જે મુદ્દે ધાનાણી એક દિવસ માટે સસ્પેન્ડ કરાયા હતા.

News Report

આ મુદ્દે વધુ તપાસ કરતા hindustantimes દ્વારા તેમજ TV9 દ્વારા આ મુદ્દે પબ્લિશ કરાયેલ ન્યુઝ જોવા મળે છે. જે મુજબ ધાનાણી દ્વારા પ્રતિમા ભંગાર માંથી બનાવેલ હોવાનું કહેતા આ વિવાદ સર્જાયો હતો.

Conclusion

વાયરલ દાવા પર મળતા પરિણામ પરથી વિડિઓ ભ્રામક હોવાનું સાબિત થાય છે, ફેબ્રુઆરી 2019ના સત્ર દરમિયાન વિપક્ષ નેતા પરેશ ધાનાણી દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ભંગારનો ભૂકો કહેતા આ વિવાદ સર્જાયો હતો. જયારે સોશ્યલ મીડિયા પર વિજય રૂપાણી દ્વારા આપવામાં આવેલ જવાબનો વિડિઓ પોસ્ટ કરવામાં આવ્યો છે, જે માત્ર 19 સેકન્ડનો અને એડિટ કરાયેલ વિડિઓ છે. પરેશ ધાનાણી દ્વારા સરદાર પટેલની પ્રતિમા પર બોલવામાં આવેલ શબ્દો વિજય રૂપાણી દ્વારા કહેવામાં આવ્યા હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવ્યો હતો.

Result :- Misleading

Our Source

hindustantimes :- https://www.hindustantimes.com/india-news/gujarat-oppn-leader-suspended-from-assembly-for-remarks-on-statue-of-unity/story-TJU0fswc6T7MVDGQwg52kK.html

sandesh :- http://sandesh.com/paresh-dhannanis-statement-about-the-statue-of-sardar-patel-bjp-angry/

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Authors

Continue Reading