Connect with us

Coronavirus

કોરોના જેવું કશું છે નહીં સરકાર મૂર્ખ બનાવી રહી છે, અસદુદ્દીન ઓવૈસી દ્વારા આ વાત કહેવામાં આવી હોવાનો ભ્રામક દાવો વાયરલ

COVID-19 માટે આજે મારો એન્ટિજેન અને આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યો, જે ટેસ્ટ નેગેટિવ આવેલ છે : ઓવૈસી

Published

on

Claim :-

AIMIM પ્રેસિડેન્ટ અસદુદ્દીન ઓવૈસી દ્વાર કોરોના જેવું કશું છે નહીં, સરકાર મૂર્ખ બનાવી રહી હોવાનું કહેવામાં આવ્યું હોવાના દાવા સાથે ફેસબુક અને ટ્વીટર પર “ये वही है ना जो कह रहा था कोरोना जैसा कुछ नही है सरकार मूर्ख बना रही है” કેપશન સાથે ઓવૈસી કોરોના ટેસ્ટ કરાવી રહ્યા ની તસ્વીર વાયરલ કરવામાં આવી છે.

ये वही शुतरमुर्ग है ना जो कह रहा था कोरोना जैसा कुछ नही है सरकार मूर्ख बना रही है

Posted by Vimal Biloha on Wednesday, July 15, 2020
Facebook
Facebook

Fact check :-

વાયરલ દાવા પર કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા, thehansindia, deccanchronicle તેમજ અન્ય કેટલાક ન્યુઝ સંસ્થાન દ્વારા પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે. જે મુજબ 11 જુલાઈ 2020ના ઓવૈસી કોરોના ટેસ્ટ માટે હૈદરાબાદ સરકારી હોસ્પિટલ પર ગયા હતા, જ્યાં તેમનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. તમેજ નાગરિકોને પણ ટેસ્ટ કરાવવા માટે પ્રોત્સાહન આપ્યું હતું.

ટ્વીટર પર પણ ઓવૈસી દ્વારા પોતાના કોરોના ટેસ્ટ વિશે ટ્વીટ દ્વારા માહિતી શેયર કરેલ છે. જેમાં તેઓએ લખ્યું છે, “COVID-19 માટે આજે મારો એન્ટિજેન અને આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યો. આ ટેસ્ટ નેગેટિવ આવેલ છે, અલ્હમદુલીલાહ. સાઉથ હૈદરાબાદમાં 30 કેન્દ્રો છે, જ્યાં એન્ટિજેન પરીક્ષણ કરવામાં આવે છે, હું તમને બધાને ટેસ્ટ કરાવવા પ્રોત્સાહિત કરું છું”

ત્યારબાદ વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવો ‘કોરોના જેવું કશું છે નહીં, સરકાર મૂર્ખ બનાવી રહી છે’ જેના પર કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા telanganatoday દ્વારા પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે, જેમાં ઓવૈસી દ્વારા PPE , sanitizer, N95 maskનું દાન આપવામાં આવ્યું હતું.

27 માર્ચના પબ્લિશ થયેલ આર્ટિકલ, જેમાં ઓવૈસી દ્વારા મુસ્લિમ સમાજને અપીલ કરવામાં આવી છે, શુક્રવાર એટલેકે જુમ્માની નમાઝ ઘર પર રહીને કરવા તમામ મુસ્લિમ ભાઈઓને વિનંતી કરી હતી.

newindianexpress દ્વારા 10 જુલાઈના પબ્લિશ કરાયેલ આર્ટિકલ, જેમાં ઓવૈસી દ્વારા તેલંગણા સરકારને કોરોના ટેસ્ટની સંખ્યા અપીલ કરી હતી.

જયારે financialexpress એક આર્ટિકલ મુજબ, ઓવૈસીએ નિઝામુદીન મરકજમાં થયેલ ઘટનાને મુસ્લિમ સમાજ સાથે જોડવા અને કોરોના વાયરસના ફેલાવા પાછળ મુસ્લિમ સમાજને જવાબદાર ગણાવવું એક શરમજંક વાત છે.

Conclusion :-

વાયરલ તસ્વીર સાથે કરવામાં આવેલ દાવા પર મળતા તમામ પરિણામ પરથી સાબિત થાય છે, ઓવૈસી દ્વારા ક્યારેય કોરોના ના હોવાનું અને સરકાર મૂર્ખ બનાવી રહી હોવાનું કહેવામાં આવ્યું નથી. સોશ્યલ મીડિયા પર કરવામાં આવેલ દાવો તદ્દન ભ્રામક છે. વાયરલ તસ્વીર ઓવૈસીનો 11 જુલાઈના થયેલ કોરોના ટેસ્ટ સમયની છે.

  • Tools :-
  • Facebook
  • Twitter
  • News Report
  • Keyword Search

પરિણામ :- ભ્રામક દાવો (Misleading)

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Authors

Coronavirus

રામમંદિર પર ફેંસલો સંભળાવનાર ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ કોરોના પોઝિટિવ હોવાનો ભ્રામક દાવો વાયરલ

હાઇકોર્ટ પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જેને રામ મંદિર પર ચુકાદો આપ્યો હતો તે કોરોના પોઝિટિવ આવ્યા છે.

Published

on

રામમંદિર પર ફેંસલો સંભળાવનાર ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ કોરોના પોઝિટિવ આવ્યા છે, સોશ્યલ મીડિયા પર “રામમંદિર પર ફેંસલો આપનાર જજ રંજન ગોગોઈ શિલાન્યાસ પહેલા કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો આ કોરોના પણ પકડી પકડી ને શોધતો લાગે” કેપશન સાથે અનેક પોસ્ટ વાયરલ થઈ રહી છે.

જયારે ટ્વીટર પર #Delhi- पूर्व CJI रंजन गोगोई को कोरोना, रंजन गोगोई की रिपोर्ट कोरोना पॉजिटिव आई। #RanjanGogoi #coronavirus” કેપશન સાથે અનેક પોસ્ટ વાયરલ થઇ રહી છે.

Twitter

Factcheck / Verification

વાયરલ પોસ્ટ સાથે આપવામાં આવેલ માહિતી પ્રમાણે કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા, ન્યુઝ સંસ્થાન tv9bharatvarsh, patrika તેમજ અન્ય કેટલાક ન્યુઝ ચેનલો દ્વારા પ્રકાશિત કરાયેલ ખબર જોવા મળે છે. જે મુજબ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ કોરોના પોઝિટિવ આવ્યા હોવાનો દાવો કરે છે.

જયારે આ મુદ્દે ટ્વીટર પર bar and bench જે વકીલ,અદાલતો અને નવા કાયદા અંગે ન્યુઝ પ્રકાશિત કરે છે. bar and bench દ્વારા આ મુદ્દે રંજન ગોગોઈ સાથે વાતચીત કરી જાણકારી મેળવી હતી, જે મુજબ ચીફ જસ્ટિસ દ્વારા આ સમાચાર ખોટા હોવાની માહિતી આપવામાં આવેલ છે.

Conclusion

વાયરલ પોસ્ટ સાથે કરવામાં આવેલ દાવો ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ કોરોના પોઝિટિવ હોવાની વાત તદ્દન ભ્રામક છે. ન્યુઝ સંસ્થાનો અને સોશ્યલ મીડિયા યુઝર્સ દ્વારા આ ભ્રામક પોસ્ટ વાયરલ કરવામાં આવેલ છે. જયારે આ મુદ્દે ચીફ જસ્ટિસ દ્વારા કોરોના પોઝિટિવ હોવાની વાત ભ્રામક દાવો હોવાનો ખુલાસો આપેલ છે.

Result :- False News


Our Source :-

bar and bench :- https://twitter.com/barandbench/status/1290705110905974784
News Report :- https://www.tv9bharatvarsh.com/india/former-chief-justice-of-india-ranjan-gogoi-found-coronavirus-positive-260395.html

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Authors

Continue Reading

Coronavirus

બિહારમાં 16 ઓગષ્ટ સુધી લોકડાઉન જાહેર કરાયું હોવાની ભ્રામક ખબર ન્યુઝ સંસ્થાનો દ્વારા વાયરલ

બિહાર સરકારની ગાઇડલાઇનની ભ્રામક તસ્વીર સાથે 16 ઓગષ્ટ સુધી લોકડાઉન થવાની ભ્રામક ખબર વાયરલ

Published

on

lockdown-extended

કોરોનાના કેસ વઘતા બિહારે લોકડાઉન લંબાવ્યું, 1થી 16 ઓગસ્ટ સુધી લોકડાઉન રાખવા નિર્ણય” હેડલાઈન સાથે આ આર્ટિકલ ન્યુઝ સંસ્થાન TV9 ગુજરાતી દ્વારા પબ્લિશ કરવામાં આવ્યો છે. 29 જુલાઈના પબ્લિશ કરાયેલ આ આર્ટિકલ મુજબ 1થી 16 ઓગસ્ટ સુધી બિહારમાં સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

TV9 Gujarati

Factcheck / Verification

વાયરલ દાવા પર કેટલાક ન્યુઝ સંસ્થાન દ્વારા ખબર પ્રકાશિત કરવામાં આવી હતી. જેમાં ABP News, Live હિન્દુસ્તાન, News18 દ્વારા બિહારમાં 1 ઓગષ્ટથી લોકડાઉન થવાની ભ્રામક ખબર પોસ્ટ કરવામાં આવી હતી. જે બાદ તેને ડિલીટ કરવામાં આવેલ છે.

SS

વાયરલ દાવા પર ગુગલ કીવર્ડ સાથે સાથે સર્ચ કરતા, ટ્વીટર પર બિહાર ઇન્ફોર્મેશન એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટ (IDRPBihar) દ્વારા ટ્વીટ મારફતે 1થી 16 ઓગસ્ટ સુધી બિહારમાં સંપૂર્ણ લોકડાઉનનો દાવો સંપૂર્ણ ભ્રામક હોવાની માહિતી આપેલ છે.

બિહાર લોકડાઉનના ભ્રામક વાયરલ દાવા પર newschecker હિન્દી ટિમ દ્વારા 29 જુલાઈના ફેક્ટ ચેક કરવામાં આવેલ છે.

ટ્વીટર પર ANI દ્વારા પણ બિહારમાં 1 ઓગષ્ટથી લોકડાઉન હોવાનો ભ્રામક દાવો કરતી ટ્વીટ કરવામાં આવી હતી, જે બાદ તે ડિલીટ કરીને માફી માંગતી ટ્વીટ કરવામાં આવેલ છે.

Conclusion

ન્યુઝ સંસ્થાન TV9 ગુજરાતી તેમજ અન્ય હિન્દી ન્યુઝ સંસ્થાનો દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ખબર “બિહારમાં 1 થી 16 ઓગષ્ટ સુધી સંપૂર્ણ લોકડાઉન” એક ભ્રામક અને ફેક ન્યુઝ છે. બિહાર IDRP ડિપાર્ટમેન્ટ દ્વારા લોકડાઉનની ખબર એક ભ્રામક અને ફેક ન્યુઝ હોવાનો ખુલાસો કરેલ છે.

Result :- Fake News

Our Source

Twitter :- https://twitter.com/IPRD_Bihar/status/1288418490425020418
News Reports :- https://twitter.com/ANI/status/1288411912573554688
Home Department Of Bihar :- https://drive.google.com/file/d/1XIjjFp8GEoNpo0-Bc20nZOXewnBvWglh/view

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Authors

Continue Reading

Coronavirus

ન્યુઝ સંસ્થાન દ્વારા અમિતાભ બચ્ચનનો રિપોર્ટ નેગેટિવ આવ્યોનો ભ્રામક દાવો વાયરલ

અમિતાભ બચ્ચનનો સ્વૉબ ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. તેઓ છેલ્લાં 12 દિવસથી મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે.

Published

on

amitabh bachchan at nanavati hospital

ગઈકાલે સોશ્યલ મીડિયા પર અને કેટલાક ન્યુઝ સંસ્થાનો દ્વારા અમિતાભ બચ્ચનનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હોવાનો દાવો કરતી ખબર પ્રકાશિત કરવામાં આવી હતી. ફેસબુક પર “અમિતાભ બચ્ચનનો સ્વૉબ ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. તેઓ છેલ્લાં 12 દિવસથી મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. જોકે, હજી પણ બિગ બી એકાદ-બે દિવસ હોસ્પિટલમાં જ રહેશે” કેપશન સાથે આ ખબર વાયરલ કરવામાં આવી હતી.

Facebook
Facebook
Facebook

Fact check / verification

વાયરલ દાવા પર કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા ન્યુઝ સંસ્થાનો દ્વારા આ મુદ્દે પબ્લિશ કરાયેલ રિપોર્ટ જોવા મળે છે, જે મુજબ અમિતાભ બચ્ચને પોતાનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હોવાનો દાવો ભ્રામક હોવાની માહિતી આપેલ છે.

NDTV
INDIA

ટ્વીટર પર અમિતાભ બચ્ચન દ્વારા TIMES NOWના વિડિઓ પર ટ્વીટ મારફતે જવાબ આપવામાં આવ્યો હતો, જેમાં તેઓએ વાયરલ થઈ રહેલ તમામ દાવાઓ ભ્રામક અને ન્યુઝ સંસ્થનો દ્વારા ફેક ન્યુઝ ચલાવવા પર સ્પષ્ટતા કરી હતી.

Conclusion

વાયરલ દાવા પર મળતા પરિણામ પરથી સાબિત થાય છે, ન્યુઝ સંસ્થાનો અને સોશ્યલ મીડિયા યુઝર્સ દ્વારા અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. વાયરલ દાવા પર અમિતાભ બચ્ચને ટ્વીટર પર તમામ ખબરો ફેક ન્યુઝ હોવાની માહિતી આપેલ છે.

Result : ભ્રામક દાવો (Misleading)

  • our source
  • Facebook
  • Twitter
  • News Reports
  • Keyword Search

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Authors

Continue Reading