Connect with us

Fact Checks

DPS સ્કૂલ દ્વારા 400 રૂપિયામાં માસ્ક વહેંચવામાં આવતું હોવાના ભ્રામક દાવાનું સત્ય.

આ માસ્ક બાળકોને ફરજીયાત પણે 400રૂ કિંમતે ખરીદવાનું રહેશે.

Published

on

Claim :-

DPS સ્કૂલ દ્વારા માસ્ક બનાવવામાં છે, સ્કૂલ ,લોગો સાથે આ માસ્ક બાળકોને ફરજીયાત પણે 400રૂ કિંમતે ખરીદવાનું રહેશે. આ દાવા પર માસ્કની તસ્વીર સાથે અલગ-અલગ કેપ્શન આપી સોશ્યલ મીડિયા પર અનેક યુઝર્સ દ્વારા શેયર કરવામાં આવી છે. ફેસબુક પર સારા વિચાર ના માનવીઓનું પેજ પરથી “જે સ્કૂલો એ ફી માં રાહત નથી આપી અને ફી માટે માંગણી કરતા હોય તો તાત્કાલિક સ્કૂલમાંથી દાખલો લઈ લેવો આપણી ગરજ બતાવવી નહીં… એ સ્કૂલ માં જ ભણશે તો જ તમારો દીકરો ડોકટર કલેકટર બનશે એવું નથી… દરેક વાલી આ બાબતે પોતાનુ મંતવ્ય જણાવે” કેપ્શન સાથે DPS સ્કૂલ સ્કૂલ લોગો સાથેની તસ્વીર શેયર કરવામાં આવી છે.

જે સ્કૂલો એ ફી માં રાહત નથી આપી અને ફી માટે માંગણી કરતા હોય તો તાત્કાલિક સ્કૂલમાંથી દાખલો લઈ લેવો આપણી ગરજ બતાવવી…

Người đăng: સારા વિચાર ના માનવીઓનું પેજ vào Thứ Bảy, 6 tháng 6, 2020

ऐसी महामारी में भी स्कूलों का धंधा चालू है !#दिल्ली_पब्लिक_स्कूल में व्यापार शुरू!400 रुपए में एक मास्क, और वह भी स्कूल से ही लेना कंपल्सरी!#Shame#DPS #DelhiPublicSchool

Người đăng: Prashant Mishra vào Thứ Sáu, 5 tháng 6, 2020

Fact check :-

આ વાયરલ દાવા પર રિવર્સ ઇમેજ અને કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા DPS સ્કૂલ દ્વારા આ ભ્રામક દાવા પર ખુલાસો આપતો પત્ર મળી આવે છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે કેટલાક લોકો દ્વારા સ્કૂલનું નામ અને લોગો વાપરી વસ્તુ વેચવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. સ્કૂલ દ્વારા આ પ્રકારે કોઈપણ વસ્તુ બનાવવામાં આવી નથી.

આ ઉપરાંત DPS બેંગ્લોર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એક વિડિઓ મારફતે 400 રૂપિયામાં માસ્ક આપવામાં આવતું હોવાના ભ્રામક દાવા પર ખુલાસો આપ્યો હતો.

જે બાદ અલગ-અલગ શહેરની DPS સ્કૂલ દ્વારા આ ભ્રામક દાવા પર વાલીઓને સૂચિત કરવામાં આવ્યા હતા, તેમજ ફેસબુક પેઈજ પર ભ્રામક દાવા પર માહિતી આપતો પત્ર પોસ્ટ કરવામાં આવ્યો હતો.

Dear Parents,Delhi Public School Kolar Road, Bhopal strongly disassociates itself with the image of Face Mask with the…

Người đăng: Delhi Public School, Kolar Road Bhopal vào Thứ Sáu, 5 tháng 6, 2020

Dear Parents and Well Wishers, All the Delhi Public schools at Indore and Bhopal strongly disassociate themselves with…

Người đăng: Delhi Public School Indore vào Thứ Sáu, 5 tháng 6, 2020

This is brought to your kind attention that some of the manufacturers are marketing coronavirus protective merchandise…

Người đăng: Delhi Public School Agra (DPS Agra) vào Thứ Sáu, 5 tháng 6, 2020

Dear Parents,It has been brought to our notice that some agencies are using the school's name and logo to sell products…

Người đăng: DPS International Bangalore East vào Thứ Sáu, 5 tháng 6, 2020

તેમજ DPS સ્કૂલ દ્વારા આ ઘટના પર પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.

Conclusion :-

વાયરલ તસ્વીર સાથે કરવામાં આવેલ દાવો મળતા પરિણામ પરથી ભ્રામક સાબિત થાય થાય છે, DPS સ્કૂલ દ્વારા 400 રૂપિયામાં માસ્ક વહેંચવામાં આવતું હોવાના દાવા પર DPS સ્કૂલ દ્વારા ખુલાસો આપવામાં આવ્યો છે. જેમાં દાવો તદ્દન ભ્રામક છે અને DPS દ્વારા આ મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાવવાની વાત કરવામાં આવી છે.

source :-
facebook
twitter
keyword search
reverse image search
school verification

પરિણામ :- ભ્રામક દાવો (MISLEADING)

Authors

Coronavirus

રામમંદિર પર ફેંસલો સંભળાવનાર ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ કોરોના પોઝિટિવ હોવાનો ભ્રામક દાવો વાયરલ

હાઇકોર્ટ પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જેને રામ મંદિર પર ચુકાદો આપ્યો હતો તે કોરોના પોઝિટિવ આવ્યા છે.

Published

on

રામમંદિર પર ફેંસલો સંભળાવનાર ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ કોરોના પોઝિટિવ આવ્યા છે, સોશ્યલ મીડિયા પર “રામમંદિર પર ફેંસલો આપનાર જજ રંજન ગોગોઈ શિલાન્યાસ પહેલા કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો આ કોરોના પણ પકડી પકડી ને શોધતો લાગે” કેપશન સાથે અનેક પોસ્ટ વાયરલ થઈ રહી છે.

જયારે ટ્વીટર પર #Delhi- पूर्व CJI रंजन गोगोई को कोरोना, रंजन गोगोई की रिपोर्ट कोरोना पॉजिटिव आई। #RanjanGogoi #coronavirus” કેપશન સાથે અનેક પોસ્ટ વાયરલ થઇ રહી છે.

Twitter

Factcheck / Verification

વાયરલ પોસ્ટ સાથે આપવામાં આવેલ માહિતી પ્રમાણે કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા, ન્યુઝ સંસ્થાન tv9bharatvarsh, patrika તેમજ અન્ય કેટલાક ન્યુઝ ચેનલો દ્વારા પ્રકાશિત કરાયેલ ખબર જોવા મળે છે. જે મુજબ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ કોરોના પોઝિટિવ આવ્યા હોવાનો દાવો કરે છે.

જયારે આ મુદ્દે ટ્વીટર પર bar and bench જે વકીલ,અદાલતો અને નવા કાયદા અંગે ન્યુઝ પ્રકાશિત કરે છે. bar and bench દ્વારા આ મુદ્દે રંજન ગોગોઈ સાથે વાતચીત કરી જાણકારી મેળવી હતી, જે મુજબ ચીફ જસ્ટિસ દ્વારા આ સમાચાર ખોટા હોવાની માહિતી આપવામાં આવેલ છે.

Conclusion

વાયરલ પોસ્ટ સાથે કરવામાં આવેલ દાવો ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ કોરોના પોઝિટિવ હોવાની વાત તદ્દન ભ્રામક છે. ન્યુઝ સંસ્થાનો અને સોશ્યલ મીડિયા યુઝર્સ દ્વારા આ ભ્રામક પોસ્ટ વાયરલ કરવામાં આવેલ છે. જયારે આ મુદ્દે ચીફ જસ્ટિસ દ્વારા કોરોના પોઝિટિવ હોવાની વાત ભ્રામક દાવો હોવાનો ખુલાસો આપેલ છે.

Result :- False News


Our Source :-

bar and bench :- https://twitter.com/barandbench/status/1290705110905974784
News Report :- https://www.tv9bharatvarsh.com/india/former-chief-justice-of-india-ranjan-gogoi-found-coronavirus-positive-260395.html

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Authors

Continue Reading

Fact Checks

હરિયાણામાં સરકારી અધિકારી અને ભાજપ ધારાસભ્યની જનતા દ્વારા ધોલાઈ કરાતો ભ્રામક વિડિઓ વાયરલ

હરિયાણા મુનકા ખાતે બે પક્ષો વચ્ચે SDO ઓફિસમાં મારામારી નો વિડિઓ વાયરલ

Published

on

2-men-brutally-beaten-by-goons-at-sdo-office-in-haryanas-munak

હરિયાણામાં સરકારી અધિકારી અને ભાજપ ધારાસભ્યની જનતા દ્વારા ધોલાઈ કરવામાં આવો હોવાના દાવા સાથે CCTV વિડિઓ સોશ્યલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે. ફેસબુક પર આ વિડિઓ પોસ્ટ “હરિયાણા માં ભાજપ ધારાસભ્ય અને અધિકારી ની જનતા દ્વારા ધમધમાટ ધોલાઈ, જનતા ની સહનશક્તિ હવે ખૂટી ગઈ છે..અમેરિકા વાળી ચાલુ થઈ ગઈ છે.ઇન્ડિયા માં હવે લોકશાહી ધીરે ધીરે જાગૃત થવા જઈ રહી છે.” કેપશન સાથે વાયરલ કરવામાં આવેલ છે.

Facebook

Factcheck / Verification

વાયરલ વિડિઓ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા dnaindia,timesofindia દ્વારા પબ્લિશ કરાયેલ ખબર જોવા મળે છે, જે મુજબ હરિયાણાના મુનકા જિલ્લામાં વીજ નિગમ કચેરી ખાતે બે જૂથ વચ્ચે મારામારી થયેલ હતી. જે મુદ્દે મુનકા પોલીસ દ્વારા 5 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવેલ છે.

ત્યારબાદ આ ઘટના પર કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા યુટ્યુબ પર Zee Punjab, India TV દ્વારા 22 જુલાઈ 2020ના પબ્લિશ કરાયેલ ન્યુઝ બુલેટિન વિડિઓ જોવા મળે છે.

Conclusion

હરિયાણામાં ભાજપ ધારાસભ્ય અને અધિકારી વચ્ચે મારામારી થયેલ હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ તદ્દન ભ્રામક છે. હરિયાણા મુનકા વીજનિગમ ખાતે બે પક્ષો વચ્ચે SDO ઓફિસમાં મારામારી થયેલ છે, જે ઘટનાની CCTV સાથે ભાજપ ધારાસભ્ય અને અધિકારી વચ્ચે મારામારી થયેલ હોવાનો ભ્રામક દાવો કરવામાં આવ્યો છે.

Result :- Misleading

Our Source :-

dnaindia :- https://www.dnaindia.com/india/video-2-men-brutally-beaten-by-goons-at-sdo-office-in-haryana-s-munak-2833659
timesofindia :- https://timesofindia.indiatimes.com/videos/city/chandigarh/covid-19-panjab-university-makes-device-that-sanitises-currency/videoshow/77289792.cms
Zee Punjab :- https://www.youtube.com/watch?v=woSUenMlY2I&feature=youtu.be

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Authors

Continue Reading

Fact Checks

વિજય રૂપાણી દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ભંગારનો ભૂકો ગણાવતો ભ્રામક વિડિઓ વાયરલ

સરદાર પટેલની દુનિયાની સૌથી મોટી પ્રતિમામાં ભંગાર લોખંડનો ઉપયોગ કરીને બનાવી છે.

Published

on

વિજય રૂપાણી દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ભંગારનો ભૂકો ગણાવતા હોબાળો મચેલ વિડિઓ સોશ્યલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે. વિધાનસભા સત્ર દરમિયાન વિપક્ષ નેતા પરેશ ધાનાણી સામે થયેલ વાતચીતમાં સીએમ રૂપાણી દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ભંગારનો ભૂકો ગણાવવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ફેસબુક પર “સરદાર પટેલ વિરોધી રુપાણી” કેપશન સાથે પોસ્ટ મુકવામાં આવેલ છે.

સરદાર પટેલ વિરોધી રુપાણી

Posted by હિના પંડ્યા on Tuesday, July 28, 2020
Facebook

Factcheck / Verification

વાયરલ વિડિઓ સાથે કરવામાં આવેલ દાવા પર કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા sandesh, zeenews દ્વારા ફેબ્રુઆરી 2019ના પબ્લિશ કરાયેલ ન્યુઝ જોવા મળે છે. જે મુજબ વિધાનસભા સત્ર દરમિયાન પરેશ ધાનાણી દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ભંગારનો ભૂકો કહેતા આ વિવાદ સર્જાયો હતો, જે મુદ્દે ધાનાણી એક દિવસ માટે સસ્પેન્ડ કરાયા હતા.

News Report

આ મુદ્દે વધુ તપાસ કરતા hindustantimes દ્વારા તેમજ TV9 દ્વારા આ મુદ્દે પબ્લિશ કરાયેલ ન્યુઝ જોવા મળે છે. જે મુજબ ધાનાણી દ્વારા પ્રતિમા ભંગાર માંથી બનાવેલ હોવાનું કહેતા આ વિવાદ સર્જાયો હતો.

Conclusion

વાયરલ દાવા પર મળતા પરિણામ પરથી વિડિઓ ભ્રામક હોવાનું સાબિત થાય છે, ફેબ્રુઆરી 2019ના સત્ર દરમિયાન વિપક્ષ નેતા પરેશ ધાનાણી દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ભંગારનો ભૂકો કહેતા આ વિવાદ સર્જાયો હતો. જયારે સોશ્યલ મીડિયા પર વિજય રૂપાણી દ્વારા આપવામાં આવેલ જવાબનો વિડિઓ પોસ્ટ કરવામાં આવ્યો છે, જે માત્ર 19 સેકન્ડનો અને એડિટ કરાયેલ વિડિઓ છે. પરેશ ધાનાણી દ્વારા સરદાર પટેલની પ્રતિમા પર બોલવામાં આવેલ શબ્દો વિજય રૂપાણી દ્વારા કહેવામાં આવ્યા હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવ્યો હતો.

Result :- Misleading

Our Source

hindustantimes :- https://www.hindustantimes.com/india-news/gujarat-oppn-leader-suspended-from-assembly-for-remarks-on-statue-of-unity/story-TJU0fswc6T7MVDGQwg52kK.html

sandesh :- http://sandesh.com/paresh-dhannanis-statement-about-the-statue-of-sardar-patel-bjp-angry/

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Authors

Continue Reading