Connect with us

Crime

જાણો,સાયકલ ગર્લ જ્યોતી પાસવાન સાથે રેપ અને હત્યા થયા હોવાના ભ્રામક દાવાનું સત્ય

સાયકલ ગર્લ જ્યોતિનો રેપ અને હત્યા કરવામાં આવી હોવાના ભ્રામક દાવા સોશ્યલ મીડિયા પર વાયરલ #justiceforjyoti

Published

on

Claim :-

લોકડાઉન દરમિયાન ગુરુગામથી બિહારના દરભંગાના એક ગામ સુધી સાયકલ પર પોતાના પિતાને બેસાડી અંદાજે 1200 કી.મી પ્રવાસ સાયકલ પર કરનાર યુવતી જ્યોતી કુમારી સાથે તેના ગામમાં દુષ્કર્મ અને તેની હત્યા કરવામાં આવી હોવાની વાત સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સોશ્યલ મીડિયા પર જ્યોતી કુમારીની સાયકલ સાથે તસ્વીર અને મૃત હાલતની તસ્વીર તેમજ ઇવાંકા ટ્રમ્પ દ્વારા 1200 કી.મી સાયકલ ચલાવવા પર કરવામાં આવેલ વખાણ કરતી ટ્વીટની તસ્વીર શેયર કરવામાં આવી રહી છે. #justiceforjyoti નામ સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડિંગમાં છે.

અમેરીકા સુધી જેના વખાણ થયા તે જયોતી બુજાઈ ગઈ😢

Người đăng: Keshu Patel vào Thứ Bảy, 4 tháng 7, 2020

Fact check :-

આ વાયરલ દાવા પર કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા જાણવા મળે છે, 13 વર્ષની બાળકી જ્યોતી કુમારીના મૃત્યુ પર તેના પિતા દ્વારા ગામના એક એક્સ આર્મી મેન પર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદમાં તેના ખેતરમાં કેરી તોડવા બાબતે જ્યોતીનો રેપ અને તેને મારવામાં આવી છે. જે બાબતે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા સાબિત થાય છે, જ્યોતિ સાથે દુષ્કર્મ નથી કરવામાં આવ્યું અને તેને ઇલેટ્રીક શોક લાગવાથી તેનું મોટ થયું છે.

અન્ય કેટલાક સર્ચ બાદ ફેસબુક પર National Crime Investigation Bureau દ્વારા કરવામાં આવેલ પોસ્ટ જોવા મળે છે. આ પોસ્ટમાં ખુલાસો આપવામાં આવ્યો છે, મૃતક જ્યોતી કુમારી અને સાયકલ ગર્લ જ્યોતી કુમારી પાસવાન બન્ને અલગ-અલગ વ્યક્તિ છે. એક જીલ્લા અને એક સરખા નામ હોવાના કારણે લોકોએ સોશ્યલ મીડિયા પર સાયકલ ગર્લ જ્યોતી ની તસ્વીર સાથે આ ઘટનાની વિગત આપી ભ્રામક દાવો ફેલાવવામાં આવ્યો છે.

फेक vs फैक्ट :-——————सोशल मीडिया पर लोग साइकिल गर्ल ज्योति पासवान की तस्वीरे शेयर कर रहे हैं और कह रहे हैं कि इनकी…

Người đăng: National Crime Investigation Bureau vào Thứ Bảy, 4 tháng 7, 2020

Conclusion :-

વાયરલ દાવા પર મળતા પરિણામ પરથી જાણવા મળે છે, સોશ્યલ મીડિયા પર કરવામાં આવેલ દાવાઓ તદ્દન ભ્રામક છે. સાયકલ ગર્લ જ્યોતી કુમારી પાસવાન જીવીત છે, તેમજ જે જ્યોતી કુમારી સાથે રેપ થયા હોવાની ઘટના બનેલ છે તેમાં પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ આ મોત ઇલેક્ટ્રિક શોક લાગવા ના કારણે થયું હોવાનું જણાવવામાં આવ્યો છે.

  • Tools :-
  • Facebook
  • Twitter
  • News Report
  • Keyword Search
  • Reverse image search

પરિણામ :- ભ્રામક દાવો (Misleading)

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Authors

Coronavirus

કોરોના ફેલાવવા મુસ્લિમ યુવક દ્વારા પોલીસ પર થુંક ફેંક્યું હોવાના ભ્રામક દાવાનું સત્ય

An undertrial allegedly attacked and spit on a few members of the Mumbai police escort party on Saturday.

Published

on

મુસ્લિમ યુવક પોલિસ પર થુંક ફેંકી રહ્યો દેખાઈ રહ્યો છે. આ મુજબ દાવો કરવામાં આવ્યો છે કે નિઝામુદીન મરકજમાં પકડવામાં આવેલ યુવક કોરોના વાયરસ ફેલાવવા માટે થુંકી રહ્યો છે, અલગ-અલગ પોસ્ટ સાથે લખવામાં આવેલ કેપ્શન કંઈક આ પ્રમાણે છે ” કોને જોઈતું તું સબૂત લ્યો આ સબૂત…. #પોલીસ મિત્રો આને છોડશો નઇ” , “police pe thukta hai kuta” , “These people are dangerous than Coronavirus”

કોને જોઈતું તું સબૂત લ્યો આ સબૂત….#પોલીસ મિત્રો આને છોડશો નઇ….

ભ્રષ્ટાચાર વિરોધી અવાજ પટેલભાઈ 发布于 2020年4月2日周四

Fact check :-

આ વાયરલ પોસ્ટની સત્યતા તપાસવા માટે ગુગલ રિવર્સ ઇમેજના મદદ વડે વિડિઓ ના સ્ક્રીન શોટ સર્ચ કરતા કેટલાક પરિણામ મળી આવે છે, જેમાં TOI દ્વારા યુટ્યુબ પર 2-માર્ચના રોજ પબ્લિશ કરાયેલ વિડિઓ મળી આવે છે. આ વિડિઓ સાથે આપેલ માહિતી મુજબ પોલીસની વાનની અંદર અંડર ટ્રાયલ યુવક દ્વારા પોલીસ સાથે બોલાચાલી કરવામાં આવી હતી અને તેને પોલીસ અધિકારીઓ ઉપર થુંક ફેંક્યું હતું.

ત્યાબાદ કીવર્ડ ના આધારે સર્ચ કરતા MumbaiMirror.com ફેસબુક પેઈજ પર અપલોડ કરવામાં આવેલ વિડિઓ મળી આવે છે. જે મુજબ આ ઘટના મુંબઈની છે અને આ યુવક અંડર ટ્રાયલ છે. 

Thane Police beat man for spitting on them

WATCH: Thane Police beat man for spitting on them

MumbaiMirror.com 发布于 2020年2月29日周六

ઉપરાંત MumbaiMirror દ્વારા પબ્લિશ કરાયેલ આર્ટિકલ પણ મળી આવે છે, જે મુજબ આ યુવકને મુંબઈની ડીંડોશી કોર્ટ લઇ જવામાં આવ્યું હતો જ્યાં તેના પરિવાર દ્વારા કેટલુંક જમવાનું લઇ આવવામાં આવ્યું હતું અને પોલીસ દ્વારા આ જમવાનું આપવાની મનાઈ કરવામાં આવતા યુવક પોલીસ સાથે વાન ની અંદર બોલાચાલી કરે છે અને ગુસ્સો દર્શાવતા તેના પર થુંક ફેંકે છે. 

conclusion :-

વાયરલ પોસ્ટને લઇ મળતા તમામ પરિણામ પરથી સાબિત થાય છે કે આ ઘટના નિઝામુદીન મરકજમાં પકડાયેલ લોકો સાથે જોડાયેલ નથી, તેમજ કોરોના ફેલાવવા માટે યુવકે પોલીસ પર થુંક ફેંક્યું નથી. વિડિઓને ખોટા અને ભ્રામક દાવા સાથે અલગ-અલગ માધ્યમ પર વાયરલ કરવામાં આવ્યો છે. 

SOURCE :-
KEYWORD SEARCH 
FACEBOOK
TWITTER 
YOUTUBE 
TIKTOK
NEWS REPORTS  
પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS)

Authors

Continue Reading

Crime

મરકજમાં સામેલ વ્યક્તિઓને શોધવા ગયેલી ગોમતીપુર પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાના ભ્રામક દાવાનું સત્ય

Published

on

ક્લેમ :- 
અમદાવાદ ગોમતીપુર એરિયા માં નિજમુદીન માં સામેલ વ્યક્તિઓ ની જૉચ કરવા ગયેલી પોલીસ પર પથ્થર મારો. 
વેરિફિકેશન :- 
સોશિયલ મીડિયા પર એક દાવો કરતી પોસ્ટ વાયરલ કરવામાં આવી છે, જેમાં અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં પોલીસ દ્વારા જયારે દિલ્હી નિઝામુદીનમાં તબલીગી જમાતના પ્રસંગમાં હાજર રહેનાર લોકોની શોધખોળ શરૂ કરતા પોલીસ પર પથ્થરમારો  કરવામાં આવ્યો છે. વાયુરલ પોસ્ટમાં લખવામાં આવેલ શબ્દો કંઈક આ પ્રમાણે છે ‘અમદાવાદ ગોમતીપુર એરિયા માં નિજમુદીન માં સામેલ વ્યક્તિઓ ની જૉચ કરવા ગયેલી પોલીસ પર પથ્થર મારો’
આ વાયરલ દાવાનું સત્ય તપાસવા માટે  કીવર્ડના મદદ વડે સર્ચ કરતા કેટલાક ન્યુઝ રિપોર્ટ મળી આવે છે, જેમાં ABPઅસ્મિતા દ્વારા પણ આ દાવા પ્રમાણે ન્યુઝ રિપોર્ટ પબ્લિશ કરવામાં આવી છે. ABPઅસ્મિતાના ન્યુઝ રિપોર્ટની હેડલાઈન કંઈક આ પ્રમાણે છે.’અમદાવાદ: સર્ચ ઓપરેશન અને પેટ્રોલિંગ કરવા ગયેલા પોલીસ અધિકારીઓ પર સ્થાનિકોએ કર્યો પથ્થરમારો’ (ABP અસ્મિતા દ્વારા ખોટા દાવા સાથે ભ્રામક ખબર પબ્લિશ કરવામાં આવી છે.)
 
ત્યારબાદ દિવ્યભાસ્કર દ્વારા પબ્લિશ કરાયેલ ન્યુઝ રિપોર્ટ મળી આવે છે, જે પ્રમાણે આ ઘટના તબલીગી જમાતના લોકોની શોધખોળ દરમિયાન નહીં પરંતુ ગોમતીપુરના રોડ પર લોકોના ટોળા એકઠા થયા હોવાની ખબર મળતા પોલીસ લોકોને ઘરમાં રહેવા અને ટોળા વિખેરવા માટે ગયા હતા તે દરમિયાન સ્થાનિકો સાથે બોલાચાલી થતા લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો છે. 
આ ઘટનાની સંપૂર્ણ સત્યતા જાણવા માટે અમે ગોમતીપુર પોલીસ સ્ટેશન પર ફોન કરી આ વાતની સત્યતા જાણવાનો પ્રયાસ કર્યો, જેમાં જવાબમાં પોલીસ દ્વારા ખુલાસો આપવામાં આવ્યો છે કે “રાજ્યમાં પોલીસ દ્વારા સીસીટીવી અને ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે. ત્યારે કેમેરામાં ગોમતીપુરમાં જાણવા મળ્યું કે લોકોના ટોળા ભેગા થયા છે તેના અળધારે પોલીસ ટોળા વિખેરવા ગઈ હતી. પોલીસ દ્વારા 4 લોકોની અટકાયત કરવામાં આવી હતી જેને લઇ પોલીસ પર લોકોએ પથ્થર મારો કર્યો હતો. આ ઘટનામાં એક કોન્સ્ટેબલને ફ્રેક્ચર થયું છે. ત્યારબાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડતા થયા હતા. સમગ્ર વિસ્તારમાં કડક પેટ્રોલિંગ શરૂ કરી દેવાયું છે” 
વાયરલ પોસ્ટને લઇ મળતા તમામ પરિણામ પરથી સાબિત થાય છે કે આ દાવો તદ્દન ભ્રામક છે, જેને ફેસબુકના માધ્યમથી વાયરલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ ભ્રામક દાવો ગુજરાતની ન્યુઝ ચેનલ ABP અસ્મિતાની વેબ ટિમ દ્વારા પણ પબ્લિશ કરવામાં આવ્યો છે. જયારે ગોમતીપુર પોલીસ દ્વારા ખુલાસો આપવામાં આવ્યો છે કે આ પથ્થરમારાની ઘટના તબલીગી જમાતના લોકોની શોધખોળ દરમિયાન બનેલ નથી.
SOURCE :- 
GOOGLE KEYWORD SEARCH 
FACEBOOK SEARCH 
NEWS REPORT 
Call Verification
પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS)    

Authors

Continue Reading